કરોડો રૂપિયાના કૌભાંડના કારણે નાણાકીય સંકટની સાથે રિઝર્વ બેન્કના પ્રતિબંધોનો સામનો કરી રહેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેન્કના ગ્રાહકોએ શનિવારે મુંબઇમાં આરબીઆઇ સામે દેખાવો કર્યા જેમાં ઘણા ખાતેદાર બીમાર પડી ગયા જ્યારે રામ અરોરા નામના એક ખાતેદારનું મોત થઇ ગયું આ સાથે પ્રતિબંધ બાદ અત્યાર સુધી બેન્કના પાંચમા ખાતેદારનું મોત થયું છે જોકે તેના પરિવારજનોએ આ મૃત્યુને સ્વાભાવિક ગણાવ્યું છે બેન્કે ખાતાધારકો પર છ મહિનામાં 40 હજાર રૂપિયા ઉપાડનો અંકુશ લાદયો છે આ પ્રતિબંધોના વિરોધમાં મોટી સંખ્યામાં બેન્કના ખાતાધારકોએ શનિવારે મુંબઇમાં રિઝર્વ બેન્ક સામે દેખાવ કર્યા હતા જેમાં એક વૃદ્ધ મહિલા બેભાન થઇ ગઇ અન્ય કેટલાક દેખાવકારો પણ બીમાર પડ્યાના અહેવાલ છે