અમદાવાદ:સ્કૂલ કે કોલેજમાં આવતી જતી યુવતી-સગીરાઓને પરેશાન કરતાં લુખ્ખાઓને ઝડપી લેવા માટે પોલીસે ‘SHE’ ટીમ બનાવી છે જે દરેક વિસ્તારમાં ફરતા રહીને રોડ રોમિયોને ઝડપીને પાઠ ભણાવી રહી છે આમ છતાં કેટલાંક હવસખોરો પોલીસના ડર વગર ખુલ્લેઆમ સગીરાઓ અને યુવતીઓ સામે બિભત્સ ચેનચાળા તથા અશ્લીલ હરકતો કરે છે આવો જ એક અશ્લીલ હરકત કરતો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થયો છે જેમાં એક શાળા નજીક ઉભા રહીને હવસખોર કિશોરીઓ સામે અશ્લીલ ચેનચાળા કરતો નજરે પડે છે આ વીડિયો અમદાવાદનો હોવાનું જણાયું છે