દેશમાં 44 વર્ષ પહેલાં જ આજના જ દિવસે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી તે અંદાજે 2 વર્ષ પછી પૂરી થઈ હતી ઈમરજન્સીને યાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ઈમરજન્સી વિરુદ્ધ સંઘર્ષ કરનાર સેના અધિકારીઓને યાદ કર્યા છે રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આને લોકતંત્રનો કાળો અધ્યાય ગણાવ્યો છે બીજી બાજુ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈમરજન્સીના બહાને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે, દેશ છેલ્લા પાંચ વર્ષથી એક મહા ઈમરજન્સીમાંથી પસાર થઈ રહ્યો છે આપણે લોકતત્રની પ્રતિષ્ઠા માટે લડવું જોઈએ