વડોદરાઃ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની યાદમાં આજે વડોદરા શહેર-જિલ્લામાં દશેરા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી દશેરા પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર-ઠેર શસ્ત્ર પૂજન અને નવરાત્રી સમાપનના કાર્યક્રમો યોજાયા હતા દશેરા પર્વે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે અને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજ દ્વારા પણ શસ્ત્રપૂજન અને સમાજની ગૌરવશાળી વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો