વડોદરા:ચીનથી આવેલા કોરોના વાઇરસને નાથવામાટે જનતા કર્ફ્યુનું શસ્ત્ર વડોદરામાં સાર્થક રહ્યું છે વડોદરા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે શહેરસજ્જડબંધ રહ્યું છે કોરોના વાઈરસની ચેઇનને અટકાવવા માટે જનતા કરફ્યુ પ્રયોગને અભુતપૂર્વ સફળતા મળીછે આજે સ્વયંભૂ લોકો ઘરમાં રહ્યા હતા અને જનતા કર્ફ્યુને સફળ બનાવ્યો હતો જનતા કર્ફ્યુ સફળ થવા બદલ શહેરીજનોએ સાંજે પાંચના ટકોરે થાળી, ઢોલ, નગારા વગાડીનેમીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓ, પોલીસકર્મીઓ અનેડોક્ટર્સનોઆભાર વ્યક્ત કર્યો હતો 5 વાગે સમગ્ર શહેર થાળી, ઢોલ, નગારા સહિતના વાંજિત્રોથી ગુંજી ઉઠ્યું હતું