સુરતઃ દશેરાની પોલીસ શાખા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતુંવિધિપૂર્વક હથિયારોની પૂજા અર્ચના કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી સાથે જ પોલીસ કમિશનરે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી