બિહારના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે આ દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 13થી વધુલોકોના મોત થયાનું પણ સામે આવ્યું હતું રાજ્યના અનેક શહેરોમાં ચોતરફ પાણી જ પાણી છે, લોકોના ઘરોમાં લાઈટ પણ નથી તો અનેક સ્થળોએ વાયુસેના હેલિકોપ્ટરથી લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડી રહી છે આવા માહોલ વચ્ચે બિહારના કોઈ શહેરનો વીડિયો સામે આવ્યો છે જે જોઈને જ ત્યાં પાણીએ કેવી કફોડી હાલત પેદા કરી છે તેનું પણ અનુમાન લગાવી શકાય છે વીડિયોમાં જોઈ શકાય છે સડક પર એટલું બધુ પાણી ભરાયું હતું કે કોઈના ઘરમાંથી સોફો પણ તણાઈને ત્યાં તરી રહ્યો છે આ તરતા સોફામાં એક શખ્સ પણ સવાર થઈને સડકો પર ટહેલવા નીકળ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો