રાજકોટ: 24 કલાક લોકોની અવરજવરવાળા કાલાવડ રોડ પર ગત મોડી રાત્રે એક્ટિવા પર જતી યુવતીની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી જીજે 03 કેએચ 2978 નંબરની કારમાં ત્રણ શખ્સોએ વંથલીથી માર્કશીટ લેવા આવેલી યુવતી પર ઝીંઝરા ફેંકી છેડતી કરતા જાગૃત નાગરીકે પોલીસને ફોન કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી હતી