વડોદરા:ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની પુત્રીની કાર પર છથી સાત યુવકોનો હુમલો, બેની ધરપકડ

DivyaBhaskar 2019-10-07

Views 4K

વડોદરા:ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની પુત્રીની કાર ઉપર છ થી સાત જેટલા મુસ્લીમ યુવાનોએ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઘેરીને હુમલો કર્યો હતો હુમલાખોરોએ કારનું વાઇફર તોડીને તેનાથીજ કારના કાચ તોડી નાંખ્યા હતા આ બનાવ સામાન્ય અકસ્માતમાં બન્યો હતો પોલીસે હુમલાખોરો પૈકી દંપતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી

રસ્તામાં એક્ટીવા સવાર દંપતીને કારની ટક્કર વાગી
શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતા અને ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની દીકરી રતી મહેતા બપોરના સમયે પોતાની ફોક્સ વેગન કાર લઇને સયાજીગંજ કોલેજમાં જતી હતી રસ્તામાં એક્ટીવા સવાર મુસ્લીમ દંપતીને કારની ટક્કર વાગી હતી રતી મહેતાએ કાર ઉભી ન રાખતા તે સડસડાટ નીકળી ગઇ હતી દરમિયાન એક્ટીવા સવાર દંપતિએ કારને દાંડિયા બજાર ચાર રસ્તા ઉપર રોકી હતી એક્ટીવા સવાર મહિલાએ કારનું વાઇફર તોડીને કારના કાચ તોડી નાંખ્યા હતા બીજી બાજુ એક્ટીવા ચાલક અશરફખાન પઠાણે તેના મિત્રોને બોલાવતા તેના મિત્રો દોડી આવ્યા હતા અને કારનો ઘેરો ઘાલી રતી મહેતા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો હુમલાખોરોએ કારને ઘેરી લેતા રતી મહેતા ગભરાઇ ગઇ હતી અને કારમાં બેઠા બેઠા એમએલએ પિતા શૈલેષ મહેતા (સોટ્ટા)ને ફોન કર્યો હતો પિતાએ તુરતજ રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી

પોલીસે દંપતીની ધરપકડ કરી
ઘટના સ્થળે પહોંચેલી રાવપુરા પોલીસ કાર ઉપર હુમલો કરનાર દંપતી તેમજ હુમલાનો ભોગ બનેલ એમએલએ પુત્રી રતી મહેતાને લઇ પોલીસ મથકે પહોંચી હતી આ સાથે એમએલએ શૈલેષ મહેતા (સોટ્ટા) પણ પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં રતી મહેતાએ એક્ટીવા સવાર દંપતિ સહિત 6 થી 7 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે એક્ટીવા સવાર અકબરહુસેન મહંમદ રફીક શેખ અને તેની પત્ની અસ્માબાનુ શેખની ( રહે 2' ફિરોઝ નગર, તાદલજા, વડોદરા) ધરપકડ કરી હતી જ્યારે અન્ય હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા

સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી
ડીસીપી સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, દાંડિયા બજાર ચાર રસ્તા પાસે બનેલા બનાવ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે 6 થી 7 હુમલાખોરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હુમલાખોરો પૈકી બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે બાકીના હુમલાખોરોની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS