રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યલેશન સક્રિય થતાં હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં અને આયોજકોમાં તેમની નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઘણી ક્લબોએ બે દિવસ સુધી ગરબા બંધ રાખ્યા છેતો જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ છે, કારમાં ત્રણ મહિલા ફસાઇ જતા પૂરના પાણીમાં ડૂબવાથી ત્રણના મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા