મધ્ય પ્રદેશના ચકચારી હનીટ્રેપ મામલે તપાસનો ધમધમાટ શરૂ થતાં જ રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે શુક્રવારે હનીટ્રેપ મામલામાં આરોપી આરતી દયાલે પોતાની જાતને નિર્દોષ ગણાવીને પોલીસ પર જ આક્ષેપો કર્યા હતા મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, પોલીસ બળજબરીપૂર્વક તેની પાસે કોરા કાગળો પર સાઈન કરાવી રહી છે જેમાં મીડિયાએ તેની પાસે નામ માગતાં તેણે પલાસિયા ટીઆઈનું નામ કહ્યું હતું આ મામલે ગૃહમંત્રી બાલા બચ્ચને કહ્યું હતું કે જે પણ આ ગુનામાં સંડોવાયેલું હશે તેને છોડવામાં નહીં આવે
શુક્રવારે આરતીના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસ તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી જ્યાં આરતીએ આરોપો મૂક્યા હતા તમને જણાવી દઈએ કે આરતીએ એસએસપીની સામે જ તેના બધા જ ગુનાનો સ્વીકાર કરી લીધો હતો તેણે આ મામલે અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ પણ કર્યા હતા જે દિશામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે જો કે, પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આરતીને તાજની સાક્ષી નહીં બનાવે