પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, દેશમાં કોઈ ધરણાં એક્સપર્ટ છે તો એ હું છું વિપક્ષી પાર્ટીઓ આઝાદી માર્ચના નામે સર્કસ કરી રહી છે પ્રદર્શનકારીઓ ઈસ્લામાબાદમાં એક મહિનો પણ ન રહી શકે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ 2014માં 126 દિવસ સુધી માર્ચ કરી હતી
હવેલિયનમાં લોકોને સંબોધિત કરતાં ઈમરાન વિપક્ષી નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, હું પ્રદર્શનકારીઓને કદી માફ નહીં કરું વિપક્ષી નેતાઓના હેતુ સારા નથી આ જ કારણ છે કે તેમણે કંટેનરમાં ધરણાંના રાજકારણનો સહારો લીધો છે વિપક્ષીઓએ તેમના પ્રદર્શનને એવું સ્વરૂપ આપ્યું છે કે, જાણે તેઓ માફિયા સામે લડવાના છે અમારી સરકાર માત્ર સડક નિર્માણ કરવાની જગ્યાએ માનવીય વિકાસ યોજનાઓ પર વધારે પૈસા ખર્ચ કરશે