મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના વિશે શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે આ દરમિયાનકેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળે તેવી વાત પછી એવી અટકળો લગાવવામાં આવતી હતી તેઓ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બની શકે છે જોકે ગડકરીએ નાગપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે તેમણે કહ્યું છે કે, હું દિલ્હીમાં જ ખુશ છું અને મારુ કામ ચાલુ રાખીશ મારો મહારાષ્ટ્ર પાછો આવવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીના નેતૃત્વમાં જ અને શિવસેનાના સમર્થનથી જ સરકાર બનશે