મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નાસિકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રેલીને સંબોધી છે આ સાથે જ પીએમ મોદી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનને પણ વેગ આપ્યો છે
સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી અંગે વડાપ્રધાન મોદીએ આજે રામ મંદિર પર મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, પીએમ મોદીએ રામ મંદિર મુદ્દે નિવેદન આપી રહેલા નેતાઓને સલાહ આપતા કહ્યું કે, રામ મંદિરનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે એવામાં જે લોકો સતત ભાષણો આપી રહ્યા છે તે ચુપ રહીને કોર્ટ પર વિશ્વાસ રાખે નાસિકની રેલીમાં વડાપ્રધાન મોદીના નિશાને વિપક્ષી નેતાઓ રહ્યા હતા મોદીએ વિપક્ષના નેતાઓના નિવેદનોને આડે હાથે લીધા છે, જેનો ઉપયોગ છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કર્યો છે