દયાપર:લખપત તાલુકાના માતાના મઢ નજીક રવાપર તરફ જતા હાઈવે પર આજે સવારે એક ટ્રકે ભેંસોના ધણને અડફેટે લીધું હતું 7 ભેંસો ટ્રક અડફેટે આવતા 5ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે ભેંસો ઘાયલ થઈ હતી અકસ્માતને પગલે જીવદયા પ્રેમીઓમાં એરરાટી વ્યાપી ગઈ હતી અકસ્માતની ઘટનાની જાણ થતાં દયાપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ભેંસો માતાના મઢ નજીક રહેતા તખતસિંહ સોઢાની હોવાનું જાણવા મળ્યું છે