સુરતઃતક્ષશિલા અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે જોકે, મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આજે તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થતા મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માસૂમ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી અને વાલીઓ ભાવૂક થઈ જતા રડી પડ્યા હતા જેથી તક્ષશિલા આર્કેડનો માહોલ ગમગીન થઈ ગયો હતો