19 વર્ષ સાથ નિભાવનાર બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી,ઋણમુક્ત થવા બેસણાની વિધિ કરી

DivyaBhaskar 2019-09-02

Views 53

ચાણસ્માઃછેલ્લા 19 વર્ષથી ખેતીકામમાં પરિવારના સભ્યની જેમ મદદરૂપ થતા બળદનું મૃત્યુ થતાં ખેડૂતે સમાધિ આપી ઋણમુક્ત થવા બળદનું બેસણું સહિતની ધાર્મિક વિધિ કરાવી હતી તો બળદના મોક્ષ માટે ભૂલકાંઓને ભોજન કરાવ્યું અને રામધૂન પણ યોજી હતી વાત ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામના ખેડૂત કનુભાઈ હીરાભાઈ રાવલની છે તેઓ ખેતીના વ્યવસાય માટે 19 વર્ષ પહેલાં એક બળદ ખરીદ્યો હતો જે 10 વર્ષ સુધી ખૂબ જ સહયોગી બન્યો હતો અશક્ત બનતાં કનુભાઈ તેની છેલ્લા નવ વર્ષથી સેવા કરતા હતા ગત 28 ઓગસ્ટે બીમારીના કારણે આ બળદનું નિધન થતાં પરિવારજનોએ સ્વજન ગુમાવ્યું હોય તેટલું દુઃખ અનુભવ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS