ડીસા:છેલ્લા એક દાયકાથી બનાસકાંઠા જિલ્લાને નર્મદાનું પાણી મળતાં સુકોભટ્ટ પ્રદેશ લીલોતરીમાં ફેરવાયો છે તેમ છતાં ડીસા પંથકમાં કેટલાક ગામડાઓમાં પાણીનો પ્રશ્ન યથાવત રહ્યો છે જેના કારણે વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટના માધ્યમથી ઓછા પાણીમાં પણ પાક લઈ શકાય તેવા ઉમદા આશ્રયથી વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે અનુભવ ન હોવા છતાં તેઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી હતી