સિએટલ સ્થિત ફ્લાઈટ મ્યુઝિયમમાં ‘મૂન ડેસ્ટિનેશન’ શીર્ષક હેઠળ પ્રદર્શન શરૂ કરાયુંહાલમાં જ હ્યુસ્ટન સ્પેસ સેન્ટર રિનોવેટ કરાયું છે એપોલો મિશન કંટ્રોલ રૂમ પણ સામાન્ય માણસોને જોવા માટે ખોલાયો છે આ જ અઠવાડિયે સેન્ટરમાં ટ્રામ ટૂર, પોપ-અપ સાયન્સ લેબોરેટરી, અંતરિક્ષયાત્રીઓ દ્વારા નાસાના મહત્ત્વના લૉન્ચિંગના અનુભવ અને એપોલોના એન્જિનિયરો દ્વારા પ્રેઝન્ટેશનના ઈવેન્ટ્સ રખાયા છે 19 જુલાઈએ નાસાના ફ્લાઈટ ડિરેક્ટર જિન ક્રેન્જ સાથે લોકો વાત પણ કરી શકશે ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા પગ મુકાયો એ ઐતિહાસિક પળને પણ રિક્રિએટ કરાશે આ ઉપરાંત લોકો માટે મિશનની થીમ સાથે જોડાયેલા મ્યુઝિકલ કોન્સર્ટ અને ફેસ્ટિવલનું પણ આયોજન કરાશે