અમરેલી: ગુજરાતની આન બાન અને શાન સમા ગૌરવંતા સિંહો હવે શ્વાન જેવી હાલતમાં મુકાયા છે જો કે આ ઘટના છે ભાવનગર સોમનાથ નેશનલ ફોરટેક હાઇવે પરની અહીં જાફરાબાદ તાલુકાના દુધાળા હેમાલ નાગેશ્રી વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી અહીં ગત મોડી રાત્રીના સમયે ઓચિંતો મોટો નર સિંહ હાઇવે પર આવી ચડ્યો હતો અને પૂરપાટ ઝડપે આવતા વાહનચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો અને પોતાના વાહનને કંટ્રોલ કરી સિંહને બચાવી લીધો હતો અહીં રીતસર સિંહ જોઇ વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા સિંહ સામાન્ય હિલચાલમાં પસાર થયો પરંતુ ઓચિંતાના વનરાજાના દર્શનથી કોઈ વાહનચાલકો નીચે ઉતરવાની હિંમત પણ ન કરી હતી અને રાત્રીના સમયે વાહનચાલકો રીતસર થંભી ગયા હતા જો કે ત્યારબાદ સિંહ અહીં રોડ કાંઠે પસાર થયો અને થોડે દૂર સુધી ચાલી રોડ નીચે ઉતરી વાડી વિસ્તાર તરફ વળી ગયો હતો