હિંમતનગર: ગુજરાતમાં ઠેરઠેર દીપડો દેખાયાના બનાવ સામે આવ્યા છે રાજધાની ગાંધીનગરમાં પણ એક દીપડો ધૂસ્યો હોવાના અહેવાલ છે ત્યારે ઈડરના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે સોસાયટીમાં આંટો મારતો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે ઈડરની ગઢ તળેટી પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો તેણે કૂતરાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે ગઢ પાસે બે દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું દીપડો ઘૂસ્યાની જાણ થતાં લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો