પોલીસની ગાડી પકડીને એક્ટિવા હંકારતો પોલીસકર્મી કેમેરામાં કેદ, ટ્રાફિક નિયમોના ધજીયા ઉડાવ્યા

DivyaBhaskar 2019-10-10

Views 42

એક તરફ પોલીસ વિભાગ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અવનવા પ્રયોગો કરીને જાગૃકતા ફેલાવી રહી છે તો બીજી બાજુ કેટલાક એવા પોલીસકર્મીઓ પણ છે જ જેમના માટે બધા નિયમો માત્ર કાગળ પર જ હોય છે છત્તીસગઢના રાયપુરના રસ્તા પર આવો જ એક પોલીસકર્મી જોવા મળ્યો હતો જે સ્ટાફની પોલીસ ગાડીને પકડીને તેની સાથે સાથે જોખમી રીતે પોતાનું એક્ટિવા હંકારતો કેમેરામાં કેદ થઈ ગયો હતો માત્ર 12 સેકન્ડનો આ વીડિયો વાઈરલ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ પણ તેમની શોધખોળ કરવાની કવાયત હાથ ધરી હતી મળતી વિગતો પ્રમાણે આ ઘટના રાયપુરના સાયન્સ કોલેજની સામે આવેલા રોડ પર જોવા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS