ઓકલાહોમમાં એક ઘરના ડોરબેલ કેમેરામાં એક શોકિંગ ઘટના કેદ થઈ હતી જેરેલ હેવૂડ નામનો એક શખ્સ તેના મિત્રને મળવા માટે તેના ઘરેપહોંચ્યો હતો જ્યાં તે જેવો દરવાજો ખોલીને અંદર જવા જાય છે કે તરત જ દરવાજાની આડશમાં સંતાયેલા એક સાપે તેના ચહેરા પર હુમલો કર્યોહતો અચાનક જ સાપ આ રીતે કરડતાં જ જેરેલે પણ ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી આ આખો ઘટનાક્રમ તે ડોરબેલમાં લાગેલા કેમેરામાં પણ કેદથઈ ગયો હતો જે બાદ પાછળથી ત્યાં અન્ય પાડોશીઓએ ત્યાં પહોંચીને સાપને હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો દર્દથી કણસતાજેરેલને તત્કાળ જ સારવાર માટે દવાખાને દાખલ કરાયો હતો મળતી માહિતી મુજબ તે વિસ્તારમાં અવારનવાર આ પ્રકારના સર્પ દેખા દે છે
અંદાજે પાંચ ફૂટની લંબાઈ ધરાવતો આ સાપ ભારે બરફવર્ષાથી બચવા માટે ત્યાં સંતાયો હતો સાથે જ તે બિનઝેરી હોવાની વાત પણ સામે આવીહતી