પેરિસઃભારતને પ્રથમ રાફેલ ફાઈટર પ્લેન સપ્ટેમ્બર સુધી મળી જશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મૅક્રોંએ પોતે આ વાતની પુષ્ટી કરી છે વડાપ્રધાન મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે તેઓ આવતી કાલે બિયારિટ્જ શહેરમાં યોજાવાની G-7 સમિટમાં ભાગ લેશે ગુરુવારે રાત્રે (ભારતીય સમયપ્રમાણે) મોદી અને મૅક્રોંએ શાન્તિયી શહેરમાં નિવેદન આપ્યું હતું
સંયુક્ત નિવેદનમાં મેન્ક્રોએ સ્પષ્ટ કરી દીધું હતું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે જેમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ ન કરવો જોઈએ
2016માં ડીલ થઈ હતીઃ ભારતને મળનારા પહેલા રાફેલને રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વાયુસેના પ્રમુખ એર માર્શલ બીએસ ધનોઆ પોતે ફ્રાન્સમાં આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બોર્ડો ખાતે લેવા જશે ભારતે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સરકાર અને દસો વચ્ચે 36 રાફેલ લડાકુ વિમાનો અંગે 58 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી
ભારતીય પાયલટને રાફેલની ટ્રેનિંગ આપવામાં આવશેઃભારતના ઘણા લડાકુ પાયઈલટ્સને રાફેલની ટ્રેનિંગ આપવામાં આવી છે સાથે જ વાયુસેનાના 24 પાયલટ્સને અલગ-અલગ બેંચમાં આગામી વર્ષે મે સુધી ટ્રેનિંગ આપવામાં આવશે વાયુસેના રાફેલની સ્ક્વાડ્રનને હરિયાણાના અમ્બાલા અને બંગાળના હાશીમારા એરબેઝ પર તહેનાત કરશે