કાશ્મીરમાંથી કલમ 370 રદ થવાની સાથે જ પાકિસ્તાનમાંથી અનેક નેતાઓની જાતજાતની પ્રતિક્રિયાઓ અને ધમકીઓ આવી જ રહી છે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના મંત્રીએ તો પરણાણુ હુમલો કરવાનો બફાટ પણ કરી જ દીધો હતો જે ધમકીની પણ ભારતમાં કોઈ જ અસર થઈ નહોતી તેવામાં હવે પોતાની જાતને કાશ્મીરી ગર્લ તરીકે ઓળખાવીને પાકિસ્તાનની સિંગર પણ મેદાનમાં આવી હતી સિંગર રાબી પિરઝાદાએ ભારતને ડરાવવા માટે સાપોથી હુમલો કરવાની ધમકી આપતો એક વીડિયો તેના ટ્વિટર પર શેર કર્યો હતો જે વાઈરલ પણ થવા લાગ્યો હતો જો કે, વીડિયોમાં સાપ-મગરને પકડીને તેણે જે રીતે ધમકીના સૂર ઉચ્ચારીને ભારતને ડરાવવાની કોશિશ કરી હતી તે જોઈને અનેક યૂઝર્સ પણ ડરવાના બદલે હસવા લાગ્યા હતા
કાશ્મીરી હોવાનો દાવો કરીને આ સિંગર વીડિયોમાં કહી રહી છે કે ભારતીયો હવે તૈયાર રહે કેમ કે તે તેનો દોસ્ત એવા આ બધા જ સાપ એલઓસી ક્રોસ કરાવીને મોકલી રહી છે તે એવું પણ કહે છે પીએમ મોદીને આ સાપની ભેટ મોકલી રહી છું હવે મરવા માટે તૈયાર થઈ જાઓ આવી ધમકીના સૂર ઉચ્ચાર્યા બાદ તેણે કાશ્મીર માટે ગીત પણ ગાયું હતું જેના શબ્દોનો અર્થ એ થાય છે કે તે કાશ્મીર માટે અંતિમ શ્વાસ સુધી લડતી રહેશે