ઝાબુઆના ઠંડલાથી કોંગ્રેસના MLA વિરસિંગ ભૂરિયાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં નંબર વગરના બાઈક પર ત્રણ સવારી જતાં લોકોને અટકાવતાં તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય નીકળ્યાં હતા ટ્રાફિક પોલીસે અટકાવતાં ધારાસભ્યનો પીત્તો આસમાને પહોંચ્યા હતા ગુસ્સામાં લાલઘૂમ વિરસિંગ અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને કોન્સ્ટેબલને ધમકી આપવા લાગ્યાં હતા કોંગી ધારાસભ્યે પણ ચલણ ન ભરીને લાગતાં વળગતાં અધિકારીઓને ફોન કરીને ટ્રાફિક કોન્સ્ટેબલને ધમકાવવા લાગ્યાં હતા જેનો વીડિયો હાલ સોશિયલ માડિયા પર વાઈરલ થયો છે