દશેરાના દિવસે ભારતને પહેલું રાફેલ પ્લેન મળ્યું છે ફ્રાન્સે ભારતને RB 100 રાફેલ વિમાન સોંપી દીધું છે રક્ષામંત્રી રાજનાથસિંહે મેરિનેક સ્થિત દસોં એવિએશન પ્લાન્ટમાં કહ્યું કે, ભારતીય વાયુસેનામાં રાફેલ સામેલ થતાં અમારી તાકાત વધશે આ સાથે જ રાજનાથસિંહે રાફેલ પર નારિયેળ ચઢાવી ઓમ લખી શસ્ત્ર પૂજા કરી ઉડાન ભરી હતી ઉલ્લેખનીય છે કે, રાફેલ ફ્રાન્સથી ભારત આવતાં વર્ષે મે મહિના સુધી આવશે