સુરત: સુરતના સાયણ ગામની ઠાકોર નગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાથી અંદાજિત 10 ફૂટની પહોળો અને 3 ફૂટ ઊંડો ખાડો થવા સાથે સિમેન્ટ નો પાકો રોડ ખાડામાં ગરક થઈ ગયો છે, ત્યારે સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ખાડો પૂરવાની કામગીરી કરાઈ નથી હવે આ ખાડો જોખમી બન્યો છે સ્થાનિકોના કહેવા મુજબ અહીં વર્ષો જુનો નીચે કૂવો હતો તેમાં મોટો ખાડો થયો છે નવાઈની વાત એ છે કે અહીં બાજુમાં રહેતી મહિલા પેટનો ખાડો પૂરવા જીવના જોખમે ખાડામાં બેસીને સાડી પર મોતી લગાવી મજૂરી કામ કરી રહી છે