ગાંધીનગરમાં રહેતા 51 વર્ષના દક્ષાબેન ગઢવી, છેલ્લા 25 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટના આ ફિલ્ડમાં છે દક્ષાબેન જ્યારે તુફાન જીપ લઈને હાઇવે પર નીકળે છે ત્યારે સગી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ પડે છે તેમને તમે ગુજરાતની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવર પણ કહી શકો છો આજે આટલી ઉંમરે પણ અમદાવાદથી ગાંધીનગર દરરોજ દિવસના ઓછામાં ઓછાં બે ફેરા આરામથી કરી લે છે માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી પણ વર્ધીઓ કરી ચૂક્યા છે તેમને તુફાન જેવા પેસેન્જર વ્હિકલ ચલાવતા જોઇને લોકો કહે છે કે આ મહિલા ખરેખર એક 'તુફાન' છે