ગીરસોમનાથ: આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે લોકોની દર્શન માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે નીતિન પટેલે પણ સવારની આરતીનો લ્હાવો લીધો અને સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી આશિર્વાદ લીધા હતા સવારે 7 વાગ્યે પ્રાત આરતી કરવામાં આવી હતી બાદમાં 730 વાગે મહામૃત્યુંજય યજ્ઞ, સવાલાખ બિલ્વપૂજા અને બાદમાં પાલખી યાત્રા નીકળી હતી જે મંદિર પરિસરમાં ફરી હતી પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને હર હર મહાદેવનો નાદ કર્યો હતો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોય મહાદેવને પવિત્રા શ્રૃંગાર કરવામાં આવ્યો હતો