ભરૂચઃ ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, ત્યારે નર્મદા નદીના ધસમસતા પાણીમાં કેટલાક યુવાનોએ જોખમી છલાંગ લગાવી હતી જેનો વીડિયો શોશ્યલ વાયરલ થયો છે
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલી સ્મશાનની દીવાલ પરથી કેટલાક યુવાનોએ નદીમાં છલાંગ મારી હતી અને ધસમસતા પાણી સાથે યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા હતા જેને કોઇ વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો અને શોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં કરવામાં આવેલા સ્ટંટ જીવલેણ સાબિત થઇ શકે છે