ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમની સામે નદીના કાંઠે આવેલા ધોળકીયા આઇલેન્ડ સુધી નર્મદા નદીમાં બનાવી દેવાયેલા રસ્તાને તોડી પાડવાનો સોમવારે આદેશ અપાયો હતો ત્યારબાદ આજે આઇલેન્ડના માલિક સવજીભાઇ ધોળકીયા દ્વારા રસ્તો તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છેનર્મદા નદીમાં ધોળકીયા આઇલેન્ડના માલિક અને સુરતના કાયમંડ કિંગ સવજીભાઇ ધોળકીયા દ્વારા નદીમાં બનાવી દેવાયેલા રસ્તાનો વિવાદ વકરતા સોમવારે આખરે તંત્ર દોડતું થયું હતું