ગીરસોમનાથ:સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મહેરબાન બન્યા છે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે તાલાલા પંથકમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે સરસ્વતી નદીમાં પૂર આવતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બેકાંઠે વહેતી સરસ્વતી નદીમાં મિનિ બસ પર ચડી લોકોએછલાંગ લગાવી ન્હાવાનો લ્હાવો લીધો હતો