ભરૂચ:સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાંથી છોડવામાં આવેલા લાખો ક્યુસેક પાણીના કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ચાર દિવસથી પૂરના પાણી નહીં ઓસરતા આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જાવથી કેળાનો પાક પાકી જવાથી અને વધારે નુકશાન નહીં થવાના કારણે ખેડૂતો નાવડી મારફતે કેળાનો પાક ખેતરમાંથી બહાર લાવતા હોય છે
હોડીમાં રહેલા લોકો તરીને કિનારે આવી ગયા
શુક્રવારે સાંજના કેટલાંક ખેડૂતો મજૂરો સાથે નાવડી મારફતે કેળા ભરીને લાવી રહ્યા હતા તે દરમિયાન નાવડીમાં અચાનક વજન વધી જતાં તે પલટી મારી ગઈ હતી જેની સમગ્ર ઘટના શૂટિંગ કરતા લોકોના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી જો કે આ બનાવમાં હોડીમાં રહેલા લોકો તરીને કિનારે આવી ગયા હતા