રાજકોટ શહેરમાં આખી રાત મેઘકૃપા રહી છે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે ધોળકિયા સ્કૂલની બસ ફસાઈ ગઇ હતી બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો હતો વિદ્યાર્થીઓને અંડરબ્રિજમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા