ગ્લોબલ ટી-20 કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ વતી રમતા યુવરાજ સિંહે પોતાની પ્રથમ ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતાં જ તેના ફેન્સ પણ નારાજ થયા હતા જો કે, આ નિરાશાજનક પ્રદર્શનમાં જવાબદાર કોઈ નિર્ણય હોય તો તેનો પોતાનો જ, નોટ આઉટ હોવા છતાં પણ યુવીએ આઉટ સમજીને ક્રીઝ છોડી દીધી હતી જો તેણે અમ્પાયરના નિર્ણયની રાહ જોઈ હોત તો કદાચ તેના ફેન્સ પણ આ હદે તો નિરાશ ના જ થયા હોત
આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરનાર યુવરાજ સિંહે બીસીસીઆઈ પાસે વિદેશી ક્રિકેટ લીગ સાથે જોડાવવા માટેની મંજૂરી પણ માગી હતી જે અંતર્ગત જ તે હવે કેનેડા લીગમાં ક્રિકેટ પણ રમી રહ્યો છે જો કે, ક્રિસ ગેઈલની ઈલેવન સામેની આ મેચમાં યુવી પોતે પણ શરૂઆતથી સંભાળીને રમત રમી રહ્યો હતો તેણે 26 બોલમાં માત્ર 16 જ રન બનાવ્યા હતા ત્યાં જ રિઝવાન ચીમાના એક બોલમાં તે બીટ થઈ ગયો હતો જો કે વિકેટકિપર પણ તે બોલ કેચ કરી શક્યો નહોતો ને સીધો જ તેના ખભે અથડાઈને સ્ટમ્પ પર આવીને પડ્યો હતો તરત જ વિકેટકિપરે કરેલી સ્ટમ્પિંગ માટેની અપીલના નિર્ણયની રાહ જોયા વગર જ યુવી પેવેલિયન ભેગો થઈ ગયો હતો આ જોઈને તેના ફેન્સ પણ નિરાશ થયા હતા કેમ કે પોતાની એક સામાન્ય ભૂલના કારણે યુવરાજ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો