હરિયાણાનો ફરિદાબાદમાં સાસરીયાઓએ ભેગા મળીને જે રીતે માર માર્યો હતો તે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે પતિ, સાસુ, સસરા અનેદિયરેભેગા થઈને ઘરની લક્ષ્મીને જાહેરમાં જ ઢોર માર માર્યો હતો વીડિયોમાં માર ખાઈ રહેલી યુવતીના માત્ર બે જ મહિના પહેલાં પ્રેમલગ્ન થયાછે પીડિતાના જણાવ્યા મુજબ આજથી બે વર્ષ અગાઉ લગ્નની લાલચો આપીને આ યુવકે તેનું શોષણ કર્યું હતું જો કે બાદમાં યુવતીએ મક્કમબનીને આકરી કાર્યવાહી કરવાની ધમકી આપી તો યુવકના લગ્ન પણ તેની સાથે નાછૂટકે કરાવી દીધાં હતાં સમાજમાં સારું બતાવવા માટે તેનાસાસરિયાઓએ પણ કોઈ પણ જાતનું દહેજ લીધા વગર જ તેને ઘરની વહુ બનાવી હતી જો કે લાલચુ સાસરિયાઓએ માત્ર બે જ મહિનામાંપોતાનું પોત પ્રકાશ્યું હતું ને મકાન અને બાઈક સહિતની અનેક વસ્તુઓની દહેજ તરીકે માગણી પણ કરવા લાગ્યા હતા પોતાની સાથે સતત થઈ
રહેલી દહેજની માગણીઓ સામે ઝૂકવાની ના પાડતાં જ તેને ડિવોર્સ આપી દેવાની પણ ધાકધમકી આપી હતી એક દિવસ મોકો જોઈને તેનાસાસરિયાઓએ ડિવોર્સના કાગળ પર સહી કરાવી લેવાની પણ કોશિશ કરી હતી જેમાં તેઓ સફળ ના થતાં આ રીતે જાહેરમાં જ તેને માર માર્યોહતો આશ્ચર્યની વાત એ હતી કે પોલીસે યુવતીની ફરિયાદ લઈને આ દહેજ લાલચુ સાસરિયાઓને પણ ગણતરીના કલાકોમાં જ છોડી મૂક્યાં હતાંતો આ તરફ યુવતી પણ હવે ઉપરી અધિકારીઓ પાસે ન્યાયની ભીખ માગીને સાસરિયાઓ સામે લડી લેવાના મૂડમાં છે