અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર મધ્યસ્થીવાળા નિવેદન પરનો વિવાદ આજે પણ લોકસભામાં જોવા મળ્યોવિપક્ષના સાંસદોએ ગૃહમાં 'મોદી જવાબ આપે'ના સૂત્રોચ્ચારો કર્યા આ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિપક્ષને જવાબ આપ્યો તેઓએ કહ્યું કે, "વિદેશ મંત્રી જયશંકર આ મુદ્દે નિવેદન આપી ચુક્યા છે હું જયશંકરજીનું સ્ટેટમેન્ટ સત્તાવાર માનુ છું ટ્રમ્પ અને મોદીજી વચ્ચે વાતચીત થઈ હતી તે સમયે જયશંકરજી ત્યાં હાજર હતા" રાજનાથે કહ્યું કે જો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે વાતચીત થશે તો માત્ર કાશ્મીર પર જ નહીં પણ પાક અધિકૃત કાશ્મીર મુદ્દે પણ વાતચીત થશે