ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસે પણ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ તમિલનાડુના કોવલમમાં આવેલી તાજ ફિશરમેન કૉવ રિસોર્ટમાં વન ટુ વન મીટિંગ કરી હતી ત્યારપછી મોદી અને જિનપિંગ વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા થઈ હતી તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા મોદીએ ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં બપોરે લંચ રાખ્યું છે મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે ચીનના વુહાન ગયા હતા બંને નેતાઓ બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ ભાગ લેશે