અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે ‘કોન્સ્પિરસી થિયરી’ જે વાત ચારેકોર સ્વીકારાઈ ચૂકી હોય, તેની સામે જાતભાતના સવાલો, દલીલો અને કાવતરાંની શંકાઓ ઊભી કરીને ખોટાં સાબિત કરવાની મથામણ એટલે કોન્સ્પિરસી થિયરી વીસમી સદીની સૌથી મોટી કોન્સ્પિરસી થિયરી એટલે મૂન લેન્ડિંગ હોક્સ અમેરિકાના સૌપ્રથમ મૂન લેન્ડિંગના દાયકા પછી બિલ કેસિંગ નામના ભૂતપૂર્વ અમેરિકન નેવી ઓફિસરે ‘વી નેવર વેન્ટ ટુ મૂન’ નામની બુક લખીને તરખાટ મચાવી દીધો