વડાપ્રધાન મોદી શનિવારે માલદીવ પહોંચ્યા છે અહીંના રિપબ્લિક સ્ક્વોયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે આ અવસરે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ પણ હાજર છે મોદી માલદીવની સંસદને પણ સંબોધિત કરશે તેઓ અહીંની સંસદને પણ સંબોધિત કરશે આ સાથે જ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન ઈજ્જુદ્દીન આપવાની જાહેરાત કરી છે આ વિદેશી પ્રતિનિધિઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે, મોદીના આ પ્રવાસમાં તેમને આ સન્માન આપવામાં આવશે