અમેરિકા-મેક્સિકોની બોર્ડર પર અત્યાર સુધીની દુનિયાની સૌથી મોટી ટનલ મળી છે આ ટનલ 4,309 ફુટ લાંબી છે અમેરિકાના ઓફિસરો પ્રમાણે, તેમાં લિફ્ટ, રેલવે ટ્રેક, ડ્રેનેજ સિસ્ટમ, એર વેલ્ટીનેશન અને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક કેબલ્સ છે
આ ટનલની મદદથી મેક્સિકન શહેર તિઝુઆનાની ઇન્ડસ્ટ્રીયલ સાઈટથી કેલિફોર્નિયાના સેન ડીએગો શહેરને જોડવામાં આવ્યું હતું અધિકારીઓએ જણાવ્યું કે, આ ટનલની અંદર કોઈ ડ્રગ્સના અંશ મળ્યા નથી જો કે, હજુ સુધી એ વાતની ખબર નથી પડી કે આ ટનલ બનાવી કોણે હશે! સુરંગની એન્ટ્રન્સને મેક્સિકોના ઓફિસરે ઓગસ્ટ મહિનામાં શોધી હતી ત્યારબાદ અમેરિકાના ઓફિસરોએ શોધખોળ કરીને મેપ તૈયાર કર્યા બાદ ટનલની ખબર જાહેર કરી હતી