ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે જોકે સાલેમ, તમિલ નાડુના જ્યોતિષ બાલાજી હસને તાજેતરમાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જગાવી છે બાલાજી હસને જાન્યુઆરીમાં એક ટીવી શોમાં કહ્યું હતું કે ભારત સેમિફાઇનલમાં હારીને વર્લ્ડ કપની બહાર થઇ જશે તેણે સચોટ રીતે આગાહી કરી હતી કે કેન વિલિયમ્સનની ન્યૂઝીલેન્ડ સામે કોહલી અને કંપનીનો પરાજય થશે તેના અનુસાર ભારતને હરાવનાર ન્યૂઝીલેન્ડ પહેલી વાર ચેમ્પિયન બનશે હસન જે એક મેકૅનિકલ એન્જીનીયર પણ છે, તેણે સેમિફાઇનલની લાઇનઅપ પણ એકદમ બરોબર પ્રિડીક્ટ કરી હતી તેણે કહ્યું હતું કે, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે ચારેય ટીમોએ જ ક્રમમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું તેનાથી બધાને ભારે આશ્ચર્ય થયું છે
ભારત કિવિઝ સામે હાર્યું તે પછી એનો વિડીયો વાયરલ થયો હતો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 239 રન કર્યા હતા જવાબમાં ભારતીય ટીમ 50મી ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી અને 18 રને હારી હતી