કેમરા,ક્રિકેટ અને કિસ્સામાં આજે અમે એક એવી મેચ વિશે જણાવી રહ્યા છીએ જેમાં ભારત-પાકિસ્તાને મળીને એક ટીમ બનાવી હતી અને શ્રીલંકા સામે રમ્યા હતા હવે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય છે? કેમ કે બંને ટીમો તો એકબીજાની વિરોધી ટીમ છે…ચાલો જણાવીએ શું હતો આખો મામલો
ખરેખરતો 1996નો વર્લ્ડકપ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાયો હતો શ્રીલંકા પ્રથમ વખત જ વિશ્વકપનું યજમાન બન્યું હતું પરંતુ, મુશ્કેલી એ હતી કે ગૃહયુદ્ધ ચાલતુ હોવાથી કેટલાંય મોટા દેશો શ્રીલંકામાં મેચ રમવા નહોતા માંગતા આ દેશોમાં મુખ્ય નામ ઑસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝના છે બંને ટીમોને એક-એક લીગ મેચ શ્રીલંકામાં રમવાની હતી પરંતુ બંન્ને દેશોએ સુરક્ષાનું કારણ આપીને ત્યાં રમવાની ના પાડી દીધી એવામાં શ્રીલંકાને એક સારી ટીમની જરૂર હતી, જે તેમના દેશમાં આવીને તેમની સામે મેચ રમી શકે અને દુનિયાને સંદેશ આપી શકે કે શ્રીલંકા સુરક્ષીત દેશ છે એવામાં ભારત અને પાકિસ્તાનથી સારો વિકલ્પ શું હોઈ શકે? બધી વાતચીત પછી નક્કી થયું કે શ્રીલંકા સામે વોર્મ અપ મેચ માટે ભારત-પાકિસ્તાન મળીને ટીમ બનાવશે આ ટીમને ભારત-પાકિસ્તાન વિલ્સ ઈલેવન નામ અપાયું આ ટીમની કમાન ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સોંપવામાં આવી આ મેચમાં શ્રીલંકાએ પહેલી બેટિંગ કરી અને 168 રનનો સ્કોર બનાવ્યો કુંબલેએ આ મેચમાં 8 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ મેળવી હતી જવાબમાં વિલ્સ ઈલેવનની ટીમ તરફથી સચિન તેંડુલકર અને સઈદ અનવર ઓપનિંગમાં આવ્યા અનવર અને આમિર સોહેલ જલ્દી આઉટ થઈ ગયા સચિન તેંડુલકર 36 રન બનાવીને મુથૈયા મુરલીધરનનો શિકાર બન્યા છેલ્લે અજય જાડેજા, વકાર યૂનુસ અને રાશિદ લતીફે ગેમને આગળ વધારીને વિલ્સ 11ને જીત અપાવી અનિલ કુંબલેને શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો