જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ડરના માર્યા પત્નીને તિજોરીમાં પૂરી દીધી હતી

DivyaBhaskar 2019-06-13

Views 3K

કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું ઈંગ્લેન્ડમાં 1999માં રમાયેલ વર્લ્ડ કપથી જોડાયેલ એક મજેદાર ઘટનાની ખરેખર તો લીગ મેચમાં જીત મેળવીને પાકિસ્તાન સુપર સિક્સમાં પહોંચી ચૂક્યું હતુ ખેલાડીઓ આગળ પણ સારું પ્રદર્શન કરે તે માટે ટીમ મેનેજમેન્ટે બધા જ ખેલાડીઓને આદેશ કર્યો હતો કે તેઓ તાત્કાલિક પોતાની પત્ની અને સંતાનોને પાકિસ્તાન મોકલી દે આદેશ મળતાં જ ખેલાડીઓએ પોતાની પત્નીઓ અને સંતાનોને પાકિસ્તાન મોકલી દીધા પરંતુ, એક ખેલાડી એવો હતો જણે આવું ન કર્યું, તે હતો સકલૈન મુશ્તાક ફાઈનલ મેચથી એક દિવસ પહેલાં રાત્રે જ્યારે સકલૈનને ખબર પડી કે ટીમ મેનેજર દરેક રૂમમાં તપાસ કરવા માટે આવે છે ત્યારે સક્લૈનની હાલત ખરાબ થઈ ગઈ રૂમમાં તેની સાથે તેની પત્ની પણ હતી, જ્યારે કે તેણીએ ત્યાં નહોતું હોવું જોઈતું



સકલૈને પત્ની સાનાને રૂમની તિજોરીમાં પૂરી દીધી મેનેજરે રૂમની તપાસ કરી અને જતા રહ્યા મેનેજરનાં બહાર જતાં જ સકલૈને સાથી ખેલાડીઓની સામે જ સાનાને તિજોરીમાંથી બહાર કાઢી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS