સમુદ્રીય જીવોને બચાવવા માટે ક્યૂબાના ચાર ચિત્રકારાએ સમુદ્રમાં 20 ફૂટ નીચે પેન્ટિંગ્સ દોર્યા હતાં ચિત્રો તૈયાર થયા બાદ હરાજી માટે મુકાયાં જેમાં એક પેઇન્ટિંગની કિંમત આશરે 70 હજાર રૂપિયા રાખવામાં આવી હતી 28 વર્ષના હેક્ટર હર્નાડેઝે જણાવ્યું કે, આ પેન્ટિંગ્સ બનાવવામાં આશરે ચાર કલાક લાગ્યા હતા તેમાં સમુદ્રીય જીવોના જીવનને દર્શાવાયું છે