સુરતઃકતારગામ ગજેરા સર્કલ પર આવેલી ગજેરા સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો સત્રના પ્રથમ દિવસે જ વાલીઓ પાસેથી એવરેજ પાંચ હજાર રૂપિયા વધારે ફી વસૂલવામાં આવતાં વાલીઓએ સ્કૂલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી વાલીઓએ રસ્તા પર દેખાવ કરતાં ટ્રાફિકજામ સર્જાયો હતો