રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલી ક્રાઇસ્ટ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષાના નામે 200થી 500 રૂપિયા સુધીની ઉઘરાણી થતી હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે જેને લઇને આજે ક્રાઇસ્ટ સ્કૂલમાં NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને સ્કૂલના ફાધરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ફીના ઉઘરાણા બંધ કરવાની માંગ કરી હતી હોબાળાને લઇને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે એક કાર્યકરે જણાવ્યું હતું કે, પોલીસ સત્તાનો દુરઉપયોગ કરી રહી છે, વાલીઓનો અને વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે