ગોંડલ: ગોંડલના નવા માર્કેટયાર્ડ પાસે ગત સપ્તાહે ધોરાજીના ટ્રક ડ્રાઈવરની બોથડ પદાર્થના ઘા મારી હત્યા થઇ હતી આ હત્યાનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે અને ગણતરીના દિવસોમાં જ અત્યાર અને મધ્યપ્રદેશથી ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ 11ના રાત્રે નવા માર્કેટિંગ યાર્ડ પાસે ધોરાજીના ટ્રક GJ10V5972ના ડ્રાઇવર સુરેશભાઈ સવજીભાઈ સુરેલા ઉંમર વર્ષ 45ની પથ્થરોના ઘા મારી હત્યા કરી હતી આ અંગેની તપાસ એલસીબી પીઆઈ એમ એન રાણા, પીએસઆઇ એચ એ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી તેમજ બ્રિજરાજસિંહ જાડેજા સહિતના ઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી