બરવાળા: બોટાદ આરટીઓના અધિકારીઓ હોદ્દાનું ભાન ભુલી વાહન ચાલકો ઉપર હાથ ઉપાડી, ધમકાવી ખુલ્લેઆમ દાદાગીરી કરી વાહન ચાલકોને હેરાન કરી મેમો આપવામાં આવતા વાહન ચાલકોમા આરટીઓના અધિકારીઓ પ્રત્યે રોષ ફેલાયો છે બોટાદ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા બરવાળાના સાળંગપુર 3 રસ્તા પર આરટીઓના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગમાં વારંવાર વાહન ચાલકોને ધમકાવવાના વરવા દ્રશ્યો જોવા મળે છે